*🌹🔥ભગવાન પાસે શું માંગવું જોઈએ?🔥🌹
*🌹🙏એક વાક્ય માં જ જવાબ આપું તો ભગવાન પાસે સત્સંગ માગવો જોઈએ.🌹🙏
*🌹🙏એક દિવસ હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી , ત્યાં રસ્તામાં એક જગ્યા એ મોલ જોયો.🌹🙏
*🔥ભગવાન નો સદગુણ મોલ ...🔥
*🌹🙏 મારી જિજ્ઞાસા વધી ગઈ,ને વિચાર્યું કે આ દુકાનમાં જઈને તેમાં શું સા્માન મળે છે તે ચોક્ક્સ જોવું જ જોઈએ ..🌹🙏
*🌹🙏 જેવો આવો વિચાર આવ્યો કે દરવાજો જાતે જ ખૂલી ગયો ..ખબર પડી કે આપણા માં , થોડી જિજ્ઞાસા થાય તો દરવાજો જાતે જ ખૂલી જાય છે, ખોલવાની જરૂર નથી પડતી , મેં મારી જાતને દુકાનની અંદર પ્રવેશી ચૂકેલ જાણી ...🌹🙏
*🌹🙏 મેં દુકાનની અંદર જોયું કે બધે દેવદૂતો ઊભા હતા. એક દેવદૂતે મને ટોપલી આપી અને કહ્યું, "મારી વ્હાલી બાળકી ,, કાળજીપૂર્વક ખરીદી કરજે અહિયાં એ બધું જ છે જેની મનુષ્યને જરૂર હોય છે..."🌹🙏
*🌹🙏 દેવદૂતે કહ્યું, "જો તમે એક સાથે ટોપલી ઉપાડી શકતા ન હો, તો તમે પાછા આવો અને ફરીથી ટોપલી ભરી શકો છો ..."🙏🌹
*🌹🙏 હવે મેં બધી વસ્તુઓ જોઈ, પહેલાં "ધીરજ ", પછી "પ્રેમ", પછી "સમજણ" ઉપાડી પછી "વિવેક "ના બે ડબ્બા લીધા...🙏🌹
*🌹🙏 આગળ વધીને આસ્થા ના બે ડબ્બા ઉપાડ્યા અને મારી ટોપલી ભરી દીધી...🌹🙏
*🌹🙏 પછી "પવિત્રતા" આવી , હું તેને કેવી રીતે છોડી શકું તેવા વિચાર સાથે આગળ વધી , પછી "શક્તિ"નું બોર્ડ આવ્યું ,, પવિત્રતા અને શક્તિ પણ લીધી.🙏🌹
*🌹🙏 "હિંમત" ને પણ એમ વિચાર કરી ને લીધી કે હિંમત વગર જીવનમાં કોઈ કામ નહીં આવે...🙏🌹
*🌹🙏 થોડી વધુ "સહિષ્ણુતા" લીધી અને પછી "મુક્તિ"નું બોક્સ પણ લીધું...🙏🌹
*🌹🙏 મારા પ્રભુ ને ગમતી બધી જ વસ્તુઓ મેં ખરીદી લીધી.🙏🌹
*🙏🌹પછી મારી નજર "પ્રાર્થના" પર પડી અને મેં તેનું ય એક બોક્સ ઉપાડ્યું.🌹🙏
*🌹🙏 "એમ વિચારી ને કે આટલા બધા ગુણો હોવા છતાં, જો હું કદી કશું ભૂલી જઈશ તો પ્રભુને પ્રાર્થના કરીશ કે ઈશ્વર મને માફ કરે.🌹🙏
*🌹🙏ખુશ થઈને ટોપલી ભરી, પછી કાઉન્ટર પર જઈને દેવદૂતને પૂછ્યું સાહેબ. આ બધા સામાન માટે મારે કેટલું બીલ ચૂકવવું પડશે...?🌹🙏
*🌹🙏 દેવદૂતે કહ્યું, "મારી વ્હાલી બાળકી , અહીં બિલ ભરવાની રીત પણ દિવ્ય છે, હવે તમે જ્યાં પણ જાઓ ત્યાં આ વસ્તુઓનું ખુબ વિતરણ કરવું અને લૂંટાવવું, તમે જેટલી ઝડપથી લૂંટાશો તેટલી ઝડપથી બિલ ચૂકવાતું જશે.. આ વસ્તુઓનું બિલ આ રીતે જ ચૂકતે કરાય છે.🌹🙏
*🌹🙏 આ દુકાનમાં જે કોઈ વિરલા પ્રવેશે છે, તે માલામાલ બની જાય છે, તે આ ગુણોનો આનંદ માણે છે અને લૂંટાવે પણ છે.🙏🌹
*🌹🙏 ભગવાનની આ દુકાનનું નામ "સત્સંગની દુકાન" છે.🙏🌹
*🌹🙏 ભગવાન પાસેથી આપણને સર્વગુણોનો ખજાનો મળ્યો જ છે, છતાં ય જ્યારે ખજાનો ખાલી થઇ જાય ત્યારે પણ સત્સંગમાં આવીને ટોપલી ભરી લો ..🌹🙏
*🌹🙏 "હે પ્રભુ ! હું આ દુકાનમાંથી એક વસ્તુ પણ ગ્રહણ કરી શકું એવી કૃપા કરજે.🌹🙏
*🌹🙏 નિસ્કર્ષ : જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે .. સદૈવ પ્રસન્ન રહો ..
No comments:
Post a Comment