Tuesday, August 13, 2024

Proper use of money ધન નો સાચો ઉપયોગ

 ધન નો સાચો ઉપયોગ 

ગાયત્રી મંત્ર નો ચોથો અક્ષર 'વિ ' આપણને લક્ષ્મી નો સાચો વપરાશ કેવી કેવી રીતે કરવો તેનો સંદેશ આપે છે.ધન મેળવવા પાછળ ઉદ્દેયશ એકજ હોવો જોઈએ કે તેનાથી આપણા અને બીજા લોકોના અભાવો ની પૂરતી થાય , શરીર, મન,બુદ્ધિ, તથા આત્માના વિકાસ માટે તથા સાંસારિક જવાબદારી ની પૂર્તિ માટે ધન નો વપરાશ થવો જોઈએ , અને આપણા જીવનનો તેજ મકસદ હોવો જોઈએ .

જેમાં માનવીનો સંપૂર્ણ શારીરિક અને માનસિક મેહનત હોય, જેમાં કોઈના હક નું લીધુના હોય જે ધન ઈમાનદારી પૂર્વક મેળવેલું હોય, તેજ ધન મેળવાનો અનુકૂળ માર્ગ છે.જે મેળવેલા ધન માં પોતાનું મન અને સંમ્માન અને ડસ નું હિત  સમાયેલું હોય તેવી કમાણી દ્વારા મેળવેલું ધન માણસ ને  સાચે રસ્તે લઇ જાય છે, અને માણસ નો  સાચો વિકાસ થાયછે. 

જેવીરીતે ધનની પ્રાપ્તિ માટે તેના અચિંત્યું નું ધ્યાન રાખવાની  છે તેટલીજ અવયશકતા ધન વાપરવા અને તેનો ઉપયોગ કરવામાં છે. ધન ખર્ચવામાં સાવધાની રાખવાની ખુબજ જરૂરી છે. પોતાના અને સ્નેહીજનો ના વિકાસ કરવામાટે  ધનનો ઉપયોગ કરવો તે આપણું કર્તવ્ય છે. મોટાઈ અને અમીરી બતાવવા તથા ગેરવ્યાજબી ખરીદી કરવી એ માનવી ની અધોગતિ તરફ નો રસ્તો છે.

પોતાની જરૂરી શારીરિક , માનસિક અને સાંસારિક જરૂરિયાતોની ઉપેક્ષા કરીને જેલોકો વધુને વધુ ધન ભેગું કરવાની તુષ્ણામાં ડૂબેલા રહે છે તથા પોતાની સાત પેઢી માટે અમીરી મૂકી જવાનું વિચારે છે તેઓ ભયંકર ભૂલ કરેછે. હરામનું ધન મળતા ભાવિ સંતાનો આળસુ,વ્યસની, અને કુબુદ્ધિ વાળા થાયછે . પૅરસાવો પાળીને જેલોકો ધન એ ધન મેળવ્યું નથી તેઓ ધનની કિંમત સમજતા નથી. બાળકોને માટે ધન મૂકીને જવા કરતા તમારા બાળકને સુશિક્ષતિ , સ્વસ્થ અને સ્વાવલંબી  બનાવશો તો તેનું ભવિષ્ય ઉજ્જવળ થશે.


No comments:

Post a Comment